તારીખ: 12/10/2026
પ્રતિ,
માનનીય પ્રમુખ સાહેબશ્રી,
અંજુમને રીફાઈ ચેરીટેબલ ટ્રસ્ટ,
બીલીમોરા.
માનનીય સાહેબશ્રી,
મારી પુત્રી કુમારી આલિયાબાનુ એયુબ પટેલ, હાલ પારુલ યુનિવર્સિટી, વડોદરામાં એમ.બી.બી.એસના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેના અભ્યાસ માટે આપશ્રીએ આપેલ રૂ. 40,000 ની અમૂલ્ય આર્થિક સહાય બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું.
આપના સહયોગથી 2026 માટે આ ફી સીધી મારી પુત્રી કુમારી આલિયાબાનુ એયુબ પટેલના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા થઈ શકી છે, જેના કારણે અમારા પરિવાર ઉપરનો આર્થિક ભાર ઘણો હળવો થયો છે. હું દૃષ્ટિહીન હોવાને કારણે પરિવારની આર્થિક પરિસ્થિતિ મર્યાદિત છે, છતાં મારી પુત્રી મહેનત કરીને પોતાના અભ્યાસમાં સતત આગળ વધી રહી છે. આપના સહકારથી તેને પોતાના અભ્યાસને નિરંતર ચાલુ રાખવામાં મોટી મદદ મળી છે.
આપ જેવા મહાનુભાવો અને સંસ્થાના સહયોગથી જ વિદ્યાર્થીઓને તેમનાં સપનાં સાકાર કરવાની શક્તિ મળે છે. અમારા પરિવાર તરફથી આપનો આ સહયોગ હંમેશા યાદ રહેશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારી પુત્રી ભવિષ્યમાં એક સારી ડૉક્ટર બની સમાજની સેવા કરશે.
આપની સંસ્થા સતત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. સાથે સાથે, આપની સંસ્થાના તમામ કાર્યકરો અને સભ્યોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિરંતર બની રહે તેવી દુઆ.
ફરી એકવાર આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.
આભાર સહ,
એયુબ ઇબ્રાહિમ પટેલ
(પિતા)
========================================================
Date: 12/10/2026
To,
The Honorable President,
Anjuman-e-Refai Charitable Trust,
Bilimora.
Respected Sir,
My daughter, Miss Aliyabanu Ayub Patel, is currently pursuing the fourth year of her MBBS degree at Parul University, Vadodara. I would like to express my heartfelt gratitude for the invaluable financial assistance of ₹40,000 provided by your esteemed trust towards her education.
With your generous support, the financial assistance for the year 2026 was deposited directly into my daughter Miss Aliyabanu Ayub Patel’s Bank of Baroda account. This has significantly reduced the financial burden on our family. As I am visually impaired, our family’s financial circumstances are limited. Despite these challenges, my daughter continues to work hard and make steady progress in her studies. Your support has been a great help in enabling her to continue her education without interruption.
It is through the support of generous individuals like you and charitable institutions such as yours that students are empowered to achieve their dreams. Our family will always remember your kindness and support with gratitude. We firmly believe that my daughter will become a good doctor in the future and serve society.
We extend our best wishes for your institution to continue reaching new heights of success and progress. We also pray that all the trustees, staff members, and associates of your esteemed institution are blessed with happiness, peace, and prosperity.
Once again, I express my heartfelt gratitude to you for your generous support.
Yours sincerely,
Ayub Ibrahim Patel
(Father)
This will close in 0 seconds